બિગ બોસ 18માં આ લોકો ‘ટાઈમ કા તાંડવ’ કરશે

બિગ બોસ 18માં આ લોકો ‘ટાઈમ કા તાંડવ’ કરશે

બિગ બોસ 18માં આ લોકો ‘ટાઈમ કા તાંડવ’ કરશે

Blog Article

સલમાન ખાન ફરીથી તેના બહુચર્ચિત શો- બિગ બોસની નવી સિઝન સાથે ટીવીના પડદે જોવા મળશે. ટૂંક સમયમાં બિગ બોસની 18મી સીઝન આવી રહી છે.

આ અંગે સલમાન ખાને કહ્યું હતું, “બિગબોસની 18મી સિઝનમાં ફરીથી જોડાતા એવું લાગે છે કે, વર્ષો દરમિયાન આપણે ઊભી કરેલી પરંપરાના ઘરમાં પાછું ફરવું. દર વર્ષે આપણે મનોરંજનની નવી વ્યાખ્યા ફરીથી લખીએ છીએ. આ વખતની થીમ ‘ટાઇમ કા તાંડવ’ છે. બિગ બોસ માત્ર સ્પર્ધકના વર્તમાન પર જ નહીં પણ તેમના ભવિષ્ય પર પણ નજર રાખે છે.”

આ 18મી સીઝનમાં ખતરોં કે ખિલાડી 14માં ભાગ લઈ ચૂકેલી નિઆ શર્મા, ટીવી સિરીયલનો જાણીતો ચહેરો ધીરજ કપૂર, છોટી સરદારની, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને શુભ શગુન જેવી સિરિયલના જાણીતા કલાકાર શહેઝાદા ધામી, શોએબ ઇબ્રાહીમ, ખતરો કે ખિલાડીની 13મી સીઝનની જાણીતી કલાકાર નાયરા બેનર્જી, ફિલ્મ એક્ટ્રેસ અને વ્લોગર સમીરા રેડ્ડી તેમજ 80 અને 90ના દાયકાની જાણીતી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શિરોડકર બિગ બોસનાં ઘરમાં જોવા મળશે તેવી ચર્ચા છે. જોકે, આમાંથી ઘણા સ્પર્ધકના નામ અંગે હજુ શો તરફથી કોઈ અધિકૃત જાહેરાત કરવામા આવી નથી. બિગ બોસની નવી સિઝનમાં શિલ્પા શિરોડકર અને સમીરા રેડ્ડીની એન્ટ્રી ઘણી આશ્ચર્યજનક માનવામાં આવે છે.

Report this page